મોરબી અને રફાળેશ્વરમાં જુગાર રમતા સાત ઝડપાયા

- text


મોરબી તાલુકા પોલીસ અને સિટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી શહેરના સામાકાંઠે તેમજ રફાળેશ્વર ગામે પોલીસે જુગાર અંગેના બે અલગ અલગ દરોડામાં કુલ સાત જુગારીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 21,600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર અંગેના પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ડાયાભાઇ કાનજીભાઇ સોલંકી રહે. રફાળેશ્વર, કાળુભાઇ લક્ષ્મણભાઇ મકવાણા, રહે. રફાળેશ્વર, જયુભા દેવીદાનભા દેવસુર, રહે.રફાળેશ્વર, ગણેશભાઇ રણછોડભાઇ ઝાપડા, રહે. રફાળેશ્વર અને દિનેશભાઇ રૂપાભાઇ વાઘેલા, રહે. રફાળેશ્વર વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 20,800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જ્યારે સિટી બી ડિવિઝન પોલીસે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુળદેવી પણ પાસે નાલા પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવિણભાઇ બેચરભાઇ પંચાલા, રહે.કેરાળા તા.લાઠી જી અમરેલી અને રાકેશભાઇ ભુપતભાઇ સકેરા, રહે.મોરબી-૨ કુળદેવી પાન પાછળ નાલા નજીક વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 800 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text