મોરબીના હર્ષ વડાલીયાએ કલેક્ટરનું આબેહૂબ ઓઇલ પેઇન્ટિંગ બનાવ્યું

- text


મોરબી: જિલ્લાના અનેક યુવાનો પોતાનામાં રહેલી પ્રતિભાને બહાર લાવી રહ્યા છે. ત્યારે મોરબીના હર્ષ વડાલીયાએ પોતાની કળા વડે જિલ્લા કલેકટર જે.બી.પટેલ સાહેબનું આબેહૂબ ઓઇલ પેઇન્ટિંગ બનાવીને ભેટ ધર્યું હતું. પોતાનું આ ઓઇલ પેઇન્ટિંગ જોઈને કલેકટર અભિભૂત થયા હતા અને હર્ષ વડાલીયાને બિરદાવ્યો હતો.

- text

મહત્વની વાત છે કે. હર્ષ વડાલીયાને સ્કેચિંગ અને ઓઇલ પેઈન્ટિંગમાં ખૂબ જ રસ-રુચિ છે. ત્યારે તેને પેઇન્ટિંગ શીખવાનું લોકડાઉનના સમયગાળામાં શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેની આ કળા નીખરતી ગઈ હતી. હાલમાં જ હર્ષે જિલ્લા કલેકટર જે.બી.પટેલ સાહેબનું ઓઈલ પેઇન્ટિંગ બનાવ્યું હતું અને આ પેઇન્ટિંગ જે.બી. પટેલ સાહેબને રૂબરૂ મળીને ભેટ આપ્યું હતું. ત્યારે કલેકટર જે.બી.પટેલ સાહેબ પણ આ પેઈન્ટિંગ જોઈને ખુશ થયા હતા અને હર્ષની આ કળાને બિરદાવી હતી અને તે પેઇન્ટિંગ ક્ષેત્રે ખૂબ આગળ વધે તેવી શુભકામના પાઠવી હતી.

 

- text