આંગણવાડીમાં બાળકોને લોખંડના બુટ પહેરાવી મોકલવા પડે તેવી સ્થિતિ

- text


હળવદના નવા કોયબા ગામે દરવાજા વગરની ખુલ્લી પટ્ટ આંગણવાડીના
પ્રાંગણનો ખુલ્લો બોરવેલ પણ બાળકો માટે જોખમી

હળવદ : હળવદ તાલુકાના નવા કોયબા ગામે આવેલ આંગણવાડી બાળકો માટે અત્યંત જોખમી બની છે,દરવાજા વગરની ખુલ્લી પટ્ટ આંગણવાડીમાં ખુલ્લો બોરવેલ યમરાજ બનીને ઉભો છે તો બીજી તરફ ગાંડા બાવળના ઝાડને કારણે વાલીઓને પોતાના બાળકોને અણીદાર કાંટાથી બચાવવા લોખંડના બુટ પહેરાવીને મોકલવા પડે તેવી સ્થિતિ હોય અનેક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીએ મોકલતા ખચકાટ અનુભવી રહ્યા છે.

હળવદ તાલુકાના કોયબા ગ્રામ પંચાયત હેઠળ આવતા નવા કોયબા ગામની આંગણવાડી જાણે કોઈ અવાવરૂ મકાન હોય તેવી જોવા મળે છે. સૌપ્રથમ તો આંગણવાડી ફરતો વંડો કરવામાં આવ્યો છે પરંતુ મેઈન ગેટ જ નથી નાખવામાં આવ્યો બીજી તરફ પાણી માટે જે બોર બનાવવામાં આવ્યો છે તે પણ ખુલ્લો હોય જેથી ક્યારેક કોઇ મોટી દુર્ઘટના સર્જ તેમ છે.

સાથે જ આંગણવાડીના પટાંગણમાં ગાડા બાવળ ઉગી ગયા હોવાથી બાળકોને બાવળના કાટાથી બચાવા લોખંડના બૂટ પહેરી આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ આંગણવાડી છે તેવું સાબિત કરવા આંગણવાડીનો મેઈન ગેટ નાખવામાં આવે તેમજ સાફસફાઈ કરવામાં આવે સાથે જ યમરાજાના સાક્ષાત દૂત સમાન ખુલ્લો બોરવેલ બંધ કરવામાં આવે જેથી કોઈનું વ્હાલસોયું બાળક દુર્ઘટનાનો ભોગ ન બને.

- text

- text