વાંકાનેર તાલુકાના ગુનાના આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે સલીમભાઈ કાસમભાઈ કોચલિયા રહે. રાજકોટ બાબરીયા કોલોની શેરી નંબર 4 પીપળીયા મેઈન રોડ વાળાને પાસા વોરંટ બજાવીને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીએસઆઈ એ.એ.જાડેજા, હેડ કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ચમનભાઈ ચાવડા તથા કોન્સ. મુકેશભાઈ જિલરીયા અને હરિચંદ્રસિંહ ઝાલા રોકાયેલ હતા.

- text

- text