હળવદ ગોઝારી ઘટના : દીવાલ નીચે દટાયેલા મજૂરોમાંથી 9 લોકોના મૃતદેહો બહાર કઢાયા

- text


હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનાની દીવાલ પડતા 25 જેટલા મજૂરો દટાયાની આશંકા

સાગર સોલ્ટ નામના કારખાનામાં બનેલો બનાવ : મૃત્યુઆંક હજુ વધે તેવી દહેશત : યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ

હળવદ : હળવદ જીઆઈડીસીમાં આજે કમકમાટી ભરી દુર્ઘટનામાં મીઠાના પેકિંગના કારખાનામાં અચાનક દીવાલ ધસી પડતા અંદાજે 25થી 30 જેટલા મજૂરો દિવાલના કાટમાળ હેઠળ દટાઈ જતા સનસનાટી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ખુબ જ મોટો હોવાનું અને હાલમાં જેસીબી હિટાચીથી કાટમાળ હેઠળ દટાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં દીવાલ નીચે દબાયેલા 9 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અને અનેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે અને અંદાજે 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક વધવાની આશંકા સેવાઈ રહી છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સહિતનું સરકારી તંત્ર સ્થળ પર દોડી જઇ સ્થાનિકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ જવા રવાના થઈ ગયા છે.

- text

- text