ઐતિહાસિક વારસાને જાળવવાના ઉદ્દેશથી 18મી મેએ ‘ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે’ની ઉજવણી

- text


ઐતિહાસિક ચીજવસ્તુઓની જાળવણીની પ્રવૃત્તિઓને વધુ બળવત્તર બનાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 18મી મેના રોજ ‘ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે’ની ઉજવણી થાય છે. લેટિન મ્યુઝ શબ્દ પરથી મ્યુઝિયમ શબ્દનો જન્મ થયો. મ્યુઝિસ એટલે કલાની દેવી, સેન્ટર ઓફ નોલેજ. વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ એલેક્ઝાન્ડ્રીયા શહેરમાં આવેલું છે. એશિયાટિક સોસાયટી બેંગ્લોરની પ્રેરણાથી ભારતમાં 1814માં પહેલું મ્યુઝિયમ કોલકાત્તામાં શરૂ થયું હતું.

વિવિધ પ્રકારનો પુરાતત્વ વારસો સાચવવા માટે પુરાતત્વ સંગ્રહાલયની ભારતમાં શરૂઆત થઈ ત્યારે કોલકાતાના મ્યુઝિયમની સ્થાપના થઈ. આ મ્યુઝિયમ વિશ્વના સૌથી જૂના મ્યુઝિયમની યાદીમાં સામેલ છે. આ યાદી બાદ તો ભારતમાં અનેક મ્યુઝિયમ બન્યા. ભારતમાં જેટલા મ્યુઝિયમો બન્યાં તે જ પ્રમાણે વિશ્વમાં પણ અનેક મ્યુઝિયમ એવા છે તે તેમાં સંગ્રહિત વસ્તુઓને લીધે આકર્ષણનું કેન્દ્ર બની ગયાં છે.

- text

ગુજરાતના ભવ્ય સંગ્રહાલયો તેના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્યતાને વાચા આપે છે. આ સંગ્રહાલયો ગુજરાતને સમગ્ર ભારતમાં અનોખી ઓળખ આપે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે. ગુજરાત રાજ્ય પાસે અમદાવાદમાં વાસણ મ્યુઝિયમ અને ગાંધી સ્મારક સંગ્રહાલય, પતંગ સંગ્રહાલય, કચ્છ મ્યુઝિયમ, બરોડા મ્યુઝિયમ, એલ. ડી. મ્યુઝિયમ, રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમ અને ગાંધી મ્યુઝિયમ જેવા અનેક મ્યુઝિયમનો ઐતિહાસિક વારસો છે.

 

- text