ચેક રિટર્ન કેસમાં ત્રણ માસની સજા ફટકારતી હળવદ કોર્ટ

- text


હળવદ : હળવદ અદાલતે ચેક રિટર્ન કેસમાં સુરેન્દ્રનગરના વેલાળા ગામના આરોપીને ચેકની મૂળ રકમ ચુકવવાની સાથે ત્રણ માસની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

- text

આ કેસની વિગત જોઈએ તો હળવદના દિનકરભાઇ નવલશંકરભાઈ જોશીએ સુરેન્દ્રનગરના વેલાળા ગામના આરોપી પ્રેમજીભાઈ નાગજીભાઈ બાવળીયા વિરુદ્ધ હાથ ઉછીના આપેલ રૂપિયા 4.25 લાખનો ચેક રીટર્ન થવા અંગે હળવદ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગેનો કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને ત્રણ માસની સજા ને 4.25 લાખની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. અને રકમ ન ચૂકવે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો.આ કેસમાં ફરિયાદ પક્ષે વકીલ વરૂણભાઇ ગીરીશભાઈ જોશી રોકાયેલ હતા.

- text