આણંદમાં આયોજિત મહિલા પશુપાલક શિબિરમાં મોરબી જિલ્લાની મહિલાઓ ભાગ લેશે

- text


મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ (મયુર ડેરી) ખાતેથી બસને લીલી ઝંડી અપાઈ

હળવદ : મોરબી પંચાસર રોડ પર આવેલ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી ખાતેથી જિલ્લાની 30 મહિલા પશુપાલકો એનપીટીકે-આણંદ ખાતે પશુ તાલીમ શિબિરમાં જવા રવાના થઈ હતી.આ શિબિરમાં મહિલાઓ પાંચ દિવસ તાલીમ મેળવશે.

એનપીટીકે-આણંદ ખાતે પાંચ દિવસીય મહિલા પશુપાલક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી સાથે જોડાયેલ હળવદ,મોરબી, માળિયા,વાંકાનેર અને ટંકારાની 30 મહિલા પશુપાલકો શિબિરમાં ભાગ લેવા માટે રવાના થઈ હતી.મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી ખાતેથી સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા,ડેરીના ડિરેક્ટર સંગીતાબેન અને એમડી સુમિત કુમારે લીલી ઝંડી આપી બસને રવાના કરી હતી.

- text

આ પાંચ દિવસ દરમ્યાન મહિલા પશુપાલન શિબિરમાં શ્રેષ્ઠ પશુપાલન અંગે મોરબી જિલ્લાની મહિલાઓ વિશેષ માહિતી મેળવશે.આ સમગ્ર આયોજન દૂધ સંપાદક વિભાગના ભુપતભાઈ તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text