ખેલ મહાકુંભમાં એથલેટિક્સ સ્પર્ધામાં બરવાળાની સરસ્વતી ભગવતી વિદ્યાલયનો દબદબો

- text


મોરબી : ખેલ મહાકુંભમાં મોરબી જિલ્લાકક્ષાએ યોજાયેલ એથલેટિક્સ સ્પર્ધામાં સરસ્વતી ભગવતી વિદ્યાલયનો વિદ્યાર્થીએ ગોળાફેંકમાં જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે.

સરસ્વતી ભગવતી વિદ્યાલય – બરવાળા (બરવાળા હાઈસ્કુલ)ના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષક અશ્વિનભાઇ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ એથલેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.તેમાંથી સંદીપ દિનેશભાઇ વાઘેલાએ અંડર – 17 (ભાઈઓ)માં ગોળા ફેંકમાં જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવીને શાળાનું ગૌરવ વધારેલ છે.અગામી સમયમાં સંદીપ રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે.

- text

- text