મોરબીમાં ચારિત્ર્ય અંગે શંકા કરી પરિણીતાને ત્રાસ

- text


પરિણીતાએ પતિ, સાસુ, જેઠ-જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના આમરણ ધૂળકોટ માવતરના ઘરે રહેતી પરિણીતાના ચારિત્ર્ય વિશે શંકા વ્યક્ત કરી પતિ, સાસુ, જેઠ અને જેઠાણીએ શારીરિક, માનસિક ત્રાસ આપી પતિએ જાનથી મારી નાંખવા ટેલિફોનિક ધમકી આપતા મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાયન્સનગરમાં સાસરું ધરાવતા આમરણ ધૂળકોટના સોનલબેન દીલીપભાઈ ચૌહાણને પતિ દીલીપભાઈ રમેશભાઈ ચૌહાણ, સાસુ રમાબેન રમેશભાઈ ચૌહાણ જેઠ અજીતભાઈ રમેશભાઈ ચૌહાણ અને જેઠાણી વિજયાબેન અજીતભાઈ રમેશભાઈ ચૌહાણ, રહે. બધા લાયન્સનગર મોરબીવાળા ચારિત્ર્ય બાબતે ખોટી શંકા કુશંકા કરી અવારનવાર શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી ભુંડા બોલી ગાળો આપવાની સાથે પતિએ ફોન કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૯૮(ક), ૩૨૩,૫૦૪,૫૦૭,૧૧૪ મુજ્બ ગુન્હો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text