રેસિપી સ્પેશ્યિલ : વિકેન્ડમાં નવી વાનગી બનાવવી હોય તો બેસ્ટ ચોઈસ છે કોબીજ પરાઠા..

- text


વિકેન્ડ પર નવી વાનગી બનાવવાની પરિવારજનોની ડિમાન્ડ હોય છે. ત્યારે કોબીજ પરાઠા બનાવી શકાય છે. કોબીજ પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. કોબીજ પરાઠા આ રીતે ઘરે બનાવશો તો બાળકો મસ્તીથી ખાશે. આ પરાઠા સ્વાદમાં બહુ ટેસ્ટી લાગે છે. અને આ પરાઠા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બહુ હેલ્ધી છે. તો નોંધી લો કોબીજ પરાઠા બનાવવાની રીત.

કોબીજ પરાઠા બનાવવાની સામગ્રી

1. જરૂર મુજબ ઘઉંનો લોટ
2. તેલ
3. કોબીજ
4. ઝીણાં સમારેલા લીલા મરચાં
5. ગરમ મસાલો
6. ઝીણી સમારેલી કોથમીર
7. સ્વાદાનુંસાર મીઠું
8. પરોઠા શેકવા માટે ઘી
9. જરૂરીયાત મુજબ પાણી


કોબીજ પરાઠા બનાવવાની રીત

1. સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં લોટ બાંધવા માટેની તૈયારી કરો.

2. આ વાસણમાં ઘઉંનો લોટ, મીઠું, ધી અને જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધો. લોટ બાંધતા ધ્યાન રાખો કે લોટ બહુ ઢીલો બાંધવાનો નથી. થોડો લોટ કઠણ બાંધવાનો છે.

3. હવે આ લોટને અડધો કલાક માટે સાઇડમાં ઢાંકીને મુકી દો.

4. આ પ્રોસેસ થઇ જાય પછી કોબીજને એક વાસણમાં ઝીણી સમારી લો.

5. આ કોબીજમાં લાલ મરચું, લીલા મરચાં, ગરમ મસાલો, મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો.

6. હવે લોટમાંથી ગુલ્લા વાળી લો.

- text

7. આ ગુલ્લામાંથી નાની રોટલી બનાવો અને પછી કોબીજનું મિશ્રણ ભરો.

8. ત્યારબાદ પરાઠા વણો. પરાઠા વણતી વખતે તમે અટામણ લો જેથી કરીને પરાઠા ફાટી ના જાય.

9. હવે તવી ગરમ કરવા મુકો અને એમાં વણેલું પરાઠુ નાંખો.

10. હવે પરાઠાને ઘીથી બન્ને સાઇડ આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.


તો તૈયાર છે કોબીજના ટેસ્ટી-ટેસ્ટી પરાઠા. આ પરાઠા દહીં કે સોસની સાથે ખાઓ છો તો બહુ મજા આવે છે.

- text