હેલ્થ ટિપ્સ : ઉનાળામાં ગરમીમાં રાહત આપતી વરિયાળી ખાવાના છે અનેક ફાયદા

- text


ઉનાળામાં ગરમીમાં રાહત આપતી વરિયાળી ખાવાના છે અનેક ફાયદાઓ છે. સામાન્ય રીતે, વરિયાળીનો ઉપયોગ મોં ફ્રેશ કરવા માટે થાય છે. કારણ કે જમ્યા પછી વરિયાળી ખાવામાં આવે તો પાચન ક્રિયા સારી રહે છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આર્યન, વિટામીન એ, વિટામિન સી, ફાઇબર અને પોટેશિયમ જેવા પોષક તત્વો રહેલા હોય છે. જે સ્વાસ્થ્યવર્ધક હોય છે.

વરિયાળી ત્વચાને પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો ત્વચા ઉપર ખીલ થતા હોય તો એવી સમસ્યાને દૂર કરવા માટે વરિયાળીનો ઉપયોગ થાય છે. જેમાં એન્ટિસપ્ટિક ગુણ હોય છે. જે ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવી છે.

વરિયાળીનો ફેસપેક

વરિયાળીને થોડીક વાર પાણીમાં પલાળી રાખો, પછી તેને પીસી નાખો તેમાં દહીં અને મધ નાખીને મિક્સ કરી, પછી આ પેક બનાવ્યા પછી તેને ચહેરા ઉપર લગભગ ૨૦ મિનિટ સુધી લગાવી રાખો, પછી બરાબર ચહેરાને ધોઈ નાખો, આવી રીતે પેક બનાવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરાને ઠંડક આપવાનું કામ કરશે. ચહેરા પર ભેજ જાળવી રાખશે. ખીલની સમસ્યા દૂર કરશે.

- text

- text