માળીયાના ખીરઈ નજીક ટ્રેઇલર હડફેટે બાઈક સવાર યુવાનનું મૃત્યુ

- text


મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર રાત્રીના સમયે બનેલ ઘટના

માળીયા : મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર ગઈકાલે રાત્રીના સમયે ટ્રક ટ્રેઇલર ચાલકે આગળ જઈ રહેલા ડબલ સવારી બાઇકને પાછળથી હડફેટે લઈ ઠોકર મારતા બાઇકમાં પાછળ બેઠેલા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળિયાના ફતેપર ટીટોડીવાંઢ ખાતે રહેતા હૈદરભાઇ સુમારભાઇ જામે માળીયા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર નંબર આરજે-૦૯-જી.ડી-૨૫૧૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.૦૨ મે ના રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામા મોરબીથી માળીયા તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપર ખીરઇ ગામના પાટીયા પાસે ટ્રેલર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રેલર ચલાવી આગળ જતા મોટર સાઇકલ નં. જી.જે.-૦૧-એફ.જે-૨૬૯૨ વાળામા પાછળ ભડકાડી બાઈક ચાલક સાહેદ સોહીલભાઇને પગમા સાથળના અંદરના ભાગે ફેકચર તેમજ ડાબા ખંભામા તથા જમણા પગમા ઠીચણના ભાગે તેમજ પેટના ભાગે ઇજાઓ કરી હતી.

- text

આ ઉપરાંત બાઈક પાછળ બેઠેલ ગગાભાઇ સુમારભાઇ જામ ઉ.વ.૧૯ વાળાને જમણા પડખાના ભાગે તથા જમણા સાથળના ભાગે ગંભીર ઇજા પહોચાડતા ગગાભાઇનું મૃત્યુ નીપજયુ હતું. આ મામલે માળીયા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text