રાસંગપરમાં વીજલાઈનથી ખેતરોમાં નુકશાન : સેવાભાવી દ્વારા બે ખેડૂતોને રૂ. 25-25 હજારની સહાય

- text


PGVCL દ્વારા સંતોષકારક જવાબ ન મળતા, અંતે અજય લોરિયા ખેડૂતોની વ્હારે આવ્યા

માળીયા(મી.) : મોરબીના માળીયા તાલુકામાં રાસંગપર ગામના ખેડૂતોના ખેતરોમાંથી PGVCLની લાઈન નીકળે છે.આથી PGVCLની લાઈનોથી ખેતરોમાં આગ લગતા લાખોનું નુકશાન થયું છે.PGVCL દ્વારા સંતોષકારક જવાબ ન મળતા જીલ્લા પંચાયતના ચેરમેને ખેડૂતોને 25 હજારની સહાય કરી છે.

માળીયા તાલુકામાં રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ બાવરવાના ખેતરમાં ઉભા મોલમાં PGVCLની લાઈન નીકળે છે. જેના લીધે આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે.PGVCL દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આ ખેડૂતોને જીલ્લા પંચાયતના ચેરમેન અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા બંન્ને ખેડૂતોને 25-25 હજારના ચેક આપીને આર્થિક સહાય કરી હતી.જેમાં માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા,મહામંત્રી મનીષભાઈ કાંજીયા,ખીરઈ ગામના સરપંચ નિલેશભાઈ સંઘાણી,ભારદ્વાજભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા.

- text

- text