મોરબી જિલ્લામાં ગળેફાંસો ખાઈ બે મહિલા અને એક પુરુષે જિંદગી ટૂંકાવી

- text


વાંકાનેરમાં અજાણ્યા પુરુષ, મોરબીમાં સગીરા અને ખાખરાળાં ગામે પરણીતાએ ગળેફાંસો ખાધો

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા એકાદ માસમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના બનાવોમાં ઉછાળો આવ્યો છે ત્યારે ગઈકાલે વાંકાનેરમાં અજાણ્યા પુરુષ, મોરબીમાં સગીરા અને ખાખરાળાં ગામે પરણીતાએ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

પ્રથમ બનાવમાં વાંકાનેરના જિનપરામા રહેતા દિનેશભાઇ ઝાલાભાઇ સિંધવે ચંદ્રપુર રાજા પેટ્રોલપંપ પાછળ બાવળની વાડમાં અંદાજે 35થી 40 વર્ષના યુવાનનો ટુવાલ વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હોવાનું જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા યુવાનની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

- text

જયારે બીજા કિસ્સામાં રેવા ટાઉનશીપમાં રહેતા મૂળ ફડસર ગામના બુટાભાઈ નથુભાઈ ગમારાની પુત્રી શિતલબેન બુટાભાઈ ગમારા ઉ.17 કોઈ અગમ્ય કારણોસર છતના હુક વડે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

ઉપરાંત અપમૃત્યુના ત્રીજા બનાવામાં ખાખરાળા નજીક આવેલ ગ્રો મોર લેમીનેટ કારખાનાની મજુરની ઓરડીમાં એંજલબેન સીકંદરભાઇ ચૌહાણ ઉ.22 નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text