મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સીલ દ્વારા બેઠકનું આયોજન

- text


મોરબી : મોરબીના વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા તા. 2 મેના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સીલની આગામી મીટીંગ તારીખ 2 મેને સોમવાર સવારે 10 કલાકે શનાળા રોડ પર હોટલ મહેશ ખાતે રાખેલ છે. આ મીટીંગમાં ડો. ભાવેશ બી. જેતપરીયા ‘પીળા પાનનો પમરાટ’ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. મીટીંગ બાદ ભોજન સમારંભનું આયોજન કરેલ છે. જેમાં દરેક સભ્યોએ સમયસર ઉપસ્થિત રહી સહકાર આપવા પ્રમુખ ડો. બી. કે. લહેરૂ અને મંત્રી મહેશભાઈ ભટ્ટની યાદીમાં વિનંતી કરાઈ છે.

- text

- text