વડગામના ધારાસભ્યને જેલમુક્ત કરવા મોરબીના અનુસૂચિત સમાજની માંગ

- text


રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મોરબી દ્વારા કલેક્ટરને આવેદન

મોરબી : ગુજરાત વડગામના અનુસૂચિત સમાજના ધારાસભ્યની રાજકીય કિન્નાખોરી રાખી આસામ રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોય તે બાબતે તાત્કાલિક અસરથી તેમને જેલ મુક્તિ કરવા મોરબી જિલ્લા કલેક્ટર મારફતથી ગુજરાત રાજ્યના રાજયપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ રજુઆતમાં જણાવાયું છે કે તા.20/04/2022ના રોજ ગુજરાત રાજ્યના વડગામના અનુસૂચિત સમાજના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની આસામ રાજ્ય સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી દલિત સમાજના પ્રાણ પ્રશ્નોને હંમેશા વાચા આપનાર તેવા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની આસામ પોલીસે કોઈપણ ગુના વગર ધરપકડ કરવામાં આવી છે અને તેઓને આસામ લઈ જવામાં આવ્યા છે.

- text

જે બાબતે ગુજરાતમાં તેમજ મોરબી જીલ્લામાં અનુસૂચિત સમાજમાં આ વિષય ઉપર રોષ અને આ બનાવને શખ્ત શબ્દોમાં વખોડીએ છે.ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને હીરાસતમાં લેવાયા હોય જે સંવિધાનમાં મૌલિક અધિકારનું હનન છે.જેથી મોરબીના દલિત સમાજના લોકો દ્વારા રજુઆત છે કે આ વિષય ઉપર આસામ સરકારનું ધ્યાન દોરી મધ્યસ્થી કરી જિગ્નેશભાઈની વહેલી રિહાય થાય તેવી કાર્યવાહી કરવા અપીલ કરી છે.

- text