ટંકારામાં એફપ્રો સંસ્થા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમ યોજાઈ

- text


ટંકારા : ટંકારામાં એફપ્રો સંસ્થા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમનો હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો.

આજરોજ ટંકારા ખાતે એફપ્રો સંસ્થા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત રીતે ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો.આત્મા પ્રોજેક્ટમાંથી ભરતભાઈ વાઘેલાએ દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે અંગેની માહિતી આપી હતી.

એફપ્રો સંસ્થાના પિયુ મેનેજર કિમ્પલભાઈ દેત્રોજા અને FF જયેશભાઈ ભટાસણા દ્વારા ખેડૂતોને ગ્લોબલ વોર્મિંગ,ક્લાયમેટ ચેન્જ,બાયો કંટ્રોલ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તાલીમમાં ટંકારા તેમજ આજુબાજુના ગામના અંદાજે ૨૫ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text