માળીયા મિયાણામાં બેઠા પુલ ઉપરથી ઇકો કાર પાણીમા ખાબકી : વૃધ્ધાનું મૃત્યુ

- text


 

માળીયા : માળીયા મિયાણા નજીક આવેલા મચ્છુ નદીના બેઠા પુલ ઉપરથી પેસેન્જર ભરેલ ઇકો કાર નદીમાં ખાબકતા ઇકો ગાડીમાં બેઠેલા વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક આવેલ મચ્છુ – 3 ડેમ બાયપાસ રોડના કારણે ખાલી કરી દેવામાં આવ્યો હોય હાલમાં માળીયા મિયાણાના બેઠા પુલ ઉપર છલોછલ પાણી ભરેલુ છે એવામા આજે એક પેસેન્જર ભરેલી ઇકો ગાડી પુલ ઉપરથી પાણીમાં ખાબકતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.

જો કે આ અકસ્માતમાં ઇકો ગાડીમાં બેઠેલા હલીમાબેન નૂરમામદભાઈ કાજી નામના 60 વર્ષના વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય પેસેન્જરોને પાણીમાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

- text

- text