ટંકારાની હવેલીમાં મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિવિધ મનોરથ યોજાશે

- text


ટંકારા : ટંકારાની બાલકૃષ્ણલાલજીની હવેલીમાં મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.

પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 545માં પ્રાગટય દિન મહોત્સવની ચૈત્ર વદ અગિયારસ આગામી તા. 26ને મંગળવારે ટંકારામાં દેરીનાકા નજીક બાલકૃષ્ણલાલજી હવેલીમાં ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે હવેલીના ટ્રસ્ટી મંડળ તથા ધ્વજબંધ મનોરથ સમિતિ દ્વારા એક દિવસીય કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

જેમાં તા. 26ના રોજ સવારે 9-30 કલાકે હવેલીએથી કળશયાત્રા નીકળશે. સવારે 11 કલાકે ઘજાજી ચડાવવામાં આવશે. સવારે 11-30 કલાકે શ્રીજીના પલના દર્શન થશે તથા નંદ મહોત્સવ ઉજવાશે. બપોરે 12 કલાકે ઠાકોરજીના રાજભોગ દર્શન થશે તથા તિલક આરતી કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 4થી 7 કલાકે વધાઈ-કીર્તન ગાન કરવામાં આવશે. તેમજ સાંજે 6-30 કલાકે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તથા સાંજે 7-30 કલાકે શયનના દર્શનમાં બંગલાની ઝાંખી થશે.

- text

મનોરથની વધુ વિગત માટે તથા સેવા આપવા માટે લલિતભાઈ આશરનો મો.નં. 99251 83308 પર સંપર્ક કરી શકાશે. હવેલી દ્વારા આ મહામહોત્સવનો સર્વે વૈષ્ણવોએ લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text