વાંકાનેર – મોરબી પોલીસે ખો -ખો રમત રમી ! વાહનચોર પકડવામાં કાંડ થયાની ચર્ચા

- text


વલાસણ ગામમાં જનતાએ ચોરને પકડી વાંકાનેર પોલીસને સોંપ્યો : કાનૂની કાર્યવાહી કરવી ન પડે તે માટે ચોરને બારોબાર મોરબી પોલીસને હવાલે કરી દીધો

વાંકાનેર: વાહનચોરી જેવા બનાવોમાં આરોપી પકડાયા બાદ જ પોલીસ ગુન્હા નોંધતી હોવાની વાત જગજાહેર છે ત્યારે બે દિવસ પૂર્વે વાંકાનેર અને મોરબી પોલીસે ખો -ખો ની રમત રમી જનતાએ ઝડપી લીધેલા અઠંગ ચોરને બારોબાર મોરબી સીટી એ ડિવિઝનને સોંપી આપતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. મજાની વાત એ છે કે વલાસણ ગામના વ્યક્તિની બંડીમાંથી રોકડા અને મોબાઈલ ચોરી જનાર તસ્કર પાસેથી રોકડા પરત મેળવી ભોગ બનનારને ગુન્હો નોંધ્યા વગર પરત અપાવ્યા હતા. જો કે, મોબાઈલ પરત ન મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું દિવ્યભાસ્કર અખબારના પાને ચમક્યું છે.

જાણીતા અખબાર દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ગત. 16 એપ્રિલના રોજ રાત્રીના સમયે વડસર દરગાહ સામે આવેલી દુકાનોના ગ્રાઉન્ડમાં સૂતેલા ચોકીદારની બંડીમાંથી અંદાજે એક હજાર રૂપિયા, મોબાઈલ, આધારકાર્ડ તસ્કર ચોર જતા આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.બાદમાં આ ચોર વાલાસણ ગામે વહેલી સવારે ચોરી કરવા પહોંચતા ગ્રામજનોએ ચોરને પકડી લીધો હતો અને ઇલેક્ટ્રીકના થાંભલે બાંધી દઈ વાંકાનેર પોલીસને સોંપી આપ્યો હતો.

જો કે, ભારે આશ્ચર્ય વચ્ચે વાંકાનેર તાલુકા પોલીસે ચોરી અને ચોરીની કોશિશ મામલે કોઈ ગુન્હો નોંધવાને બદલે રમજાન ઉર્ફે બાદશાહ ઉર્ફે ભુરો મહમદભાઇ શાહમદારને બારોબાર મોરબી સીટી એ ડિવિઝનને સોંપી દેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ધુનડા રોડ ઉપરથી આ આરોપીને સાત ચોરાવ બાઈક અને સીએનજી રીક્ષા સહિત ઝડપી લીધાનું જાહેર કર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, વાંકાનેર તાલુકા પોલીસે વડસર દરગાહ સામે દુકાનોના ચોકીદારની બંડીમાંથી થયેલ ચોરીમાં રોકડા પરત અપાવી દીધા હતા પરંતુ મોબાઈલ ફોન કોઈપણ કારણોસર પરત ન અપાવતા આશ્ચર્ય સર્જાવાની સામે સીસીટીવી ફૂટેજ અને ગ્રામજનો દ્વારા ચોરને પકડવાની વાત જાણી જોઈને છુપાવી દીધી હોવાની ભારે ચર્ચા ઉઠી છે.

- text