મોરબીમાં દેશભકતે પુત્રનું નામ ‘શિવાજી’ રાખ્યું : ‘શિવાજી’ના જન્મની ઉજવણી કરી

- text


શિવાજી તિલક મહોત્સવમાં દેશભક્તિ લોકડાયરો યોજાયો, પક્ષીઓ માટે પાણીના કુંડા તથા દાન પેટીનું ફ્રીમાં વિતરણ કરાયું

મોરબી : મોરબીમાં અનેકવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ દ્વારા ફરી લોકોમાં દેશભક્તિની ભાવના જાગે તે માટે પુત્રના વધામણાં બાદ શિવાજી તિલક મહોત્સવનું આયોજન કર્યું હતું.તેમજ લોકડાયરો યોજાયો હતો.જેમાં વીર શહિદો અને ક્રાંતિકારીઓને યાદ કરી દેશભક્તિ ગીતો ગવાયા હતા.અને અને પક્ષીઓ માટે પાણીના કુંડા તથા દાન પેટીનું ફ્રી માં વિતરણ કરવામાં આવ્યું હતું.

મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતા રાધેભાઇ પટેલ તથા શીતલબેનને ત્યાં તા.02/06/2021ને બુધવારના રોજ પુત્રના વધામણાં થતા રાષ્ટ્રપ્રેમની અનુભૂતિ કરાવી અલગ રીતે પુત્રનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બાળકનો જન્મ થતાં ગૌત્રીજ કરવામાં આવે છે. ત્યારે રાધેભાઈએ પુત્રનું નામ શિવાજી રાખી ભારત દેશમાં શિવાજીના આગમન નિમિત્તે “શિવાજી તિલક મહોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબીના વાવડી-બગથળા રોડ પર આવેલ સ્વર્ગ પાર્ટી પ્લોટમાં “શિવાજી તિલક મહોત્સવ” નિમિત્તે ભવ્ય દેશભક્તિ લોકડાયરો યોજાયો હતો. જેમાં કલાકાર તરીકે નિકુંલદાન ગઢવી તથા કોમલબેન ચાવડાએ આપણા ભારત દેશને માટે આહુતિ આપી પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહિદો તથા ક્રાંતિકારીઓને યાદ કરી દેશભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી.લોકડાયરામાં ઉપસ્થિત લોકોએ પૈસાનો વરસાદ વરસાવ્યો હતો અને લોકડાયરામાં 75 હજાર જેટલી રકમ એકત્રિત થઈ હતી. જે ક્રાંતિકારી સેના અને કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં વપરાશે.સાથે જ કાર્યક્રમમાં પક્ષીઓ માટે પાણીના કુંડા તથા દાન પેટીનું ફ્રી માં વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ જણાવ્યું હતું કે, અમારા ગાંભવા પરિવારના આંગણે મારા ઘરે પુત્ર “શિવાજી” નો જન્મ થતાં તે ખુશીમાં અને લોકોમાં દેશભક્તિની ભાવના જાગે અને લોકોને સંદેશો મળે તે માટે “શિવાજી તિલક મહોત્સવ” નું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિની થીમ્સ સાથે રાખવામાં આવ્યો છે. તેમજ ક્રાંતિકારી સેના દ્વારા દાન પેટી તથા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ફ્રી માં પક્ષીઓના કુંડાઓનું આ પ્રસંગે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અત્યારે દેશની અંદર જ્ઞાતિ-જાતિના વિવાદ થય રહ્યા છે. પરંતુ જો દેશભક્તિ અને ક્રાંતિકારી વિચારધારા હશે તો તમામ વર્ણ દેશને આગળ વધારશે.

- text

અંતમાં તેમણે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમ થકી લોકોમાં દેશભક્તિની ભાવના જાગશે અને મારા લગ્ન પ્રસંગ બાદ મે પુત્રના વધામણાં પ્રસંગે જે દેશભક્તિ થીમ્સ મુજબ આયોજન કર્યા એનાથી પ્રેરાઇ હાલ ઘણા બધા લોકો પોતાના શુભ પ્રસંગ નિમિત્તે દેશભક્તિના આયોજનો કરી રહ્યા છે.

- text