મોરબીમાં પિતૃઓના મોક્ષાર્થે 24મીથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો આરંભ

- text


મોરબી : સર્વ જ્ઞાતિના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.કથામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.કથા રસપાન કરવા લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબીના સામાજિક કાર્યકર પદ્યુમ્નસિંહ ખુમાનસિંહ ઝાલા(પદુભા) અને સમસ્ત ઝાલા પરિવાર દ્વારા સર્વ જ્ઞાતિના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તા.24 થી 30 સુધી લખધીરવાસ ચોક,વાંકાનેર દરવાજા પાસે મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.કથા શ્રવણ સમય બપોરે 3 થી 7 કલાકનો રહેશે.કથા રસપાન શાસ્ત્રી નીખિલભાઈ જોશી કરાવશે.

- text

કથામાં પોથીયાત્રા તા.24ને બપોરે 3 કલાકે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર,જેઈલ રોડથી થશે.કથા પ્રારંભ બપોરે 4 કલાકે થશે.તા.26ના રોજ સાંજે 6 કલાકે નૃસિંહ પ્રાગટ્ય,તા.27ના રોજ સાંજે 6 કલાકે વામન/રામ/કૃષ્ણ પ્રાગટ્ય,તા.28ના રોજ સાંજે 6 કલાકે ગોવર્ધન લીલા,તા.29ના રોજ સાંજે 6 કલાકે રૂક્ષ્મણી વિવાહ અને તા.30ના રોજ સાંજે 7 કલાકે કથા પૂણાહૂતિ થશે. વધુ માહિતી માટે વિમલભાઈ દવે મો.98792 76569,પદુભા મો.99796 73973 સંપર્ક કરી શકાશે.

- text