વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મતગણના ૧૯મીએ હાથ ધરાશે

- text


વાંકાનેર : સહકારી મંડળીઓ,મોરબીના જિલ્લા રજીસ્ટ્રાર ડી.વી.ગઢવીની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરની સામાન્ય ચૂંટણી નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના જાહેરનામા ક્રમાક:બસર/૦૧/થ/સ-૨/૨૩૯૯/૨૦૨૧તા:૧૩/૧૦/૨૦૨૧ થી જાહેર થયેલ હતી.ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને સહકારી ખરીદ-વેચાણ વિભાગનું મતદાન તા. ૧૧મી જાન્યુઆરી-૨૦૨૨ ના રોજ યોજાયેલ હતું. ખેડૂત વિભાગની મતદાર યાદી સામે નામદાર ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ સમક્ષ દાખલ થયેલ ત્રણ પીટીશનોના કારણે ખેડૂત વિભાગના તમામ મતપત્રોની મતગણતરી પૂર્ણ થયેલ ન હતી.

વેપારી વિભાગ અને ખરીદ-વેચાણ વિભાગની તારીખ ૧૨મી જાન્યુઆરી-ર૦૨૨ના મતગણતરી પૂર્ણ કરી પરીણામ જાહેર કરવામાં આવેલ હતું.તારીખ ૧૨મી એપ્રિલ-૨૦૨૨ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ દ્વારા ખેડૂત વિભાગની મતદાર યાદી સબંધે જે પીટીશનો દાખલ થયેલ તેમાં ઓરલ ઓર્ડર કરવામાં આવેલ છે.

- text

ખેડૂત વિભાગના મતગણતરી માટે બાકી રહેતા મતપત્રો પૈકી જે મતપત્રોની ગણતરી કરવાની થાય છે તેની મતગણના તારીખ ૧૯મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરનું કાર્યાલય, મુ.ચંદ્રપુર, તા.વાંકાનેર ખાતે સવારે ૯-૦૦ કલાકથી હાથ ધરાનાર છે, જેની ખેડૂત વિભાગના ઉમેદવારો, ખેડૂત વિભાગના મતગણતરી એજન્ટોએ નોંધ લેવા સહકારી મંડળીઓ, મોરબીના જિલ્લા રજીસ્ટ્રાર ડી.વી.ગઢવી દ્વારા જણાવાયું છે.

ate

- text