મોરબી : 24મીએ 13496 ઉમેદવારો આપશે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા

- text


જિલ્લાના 42 કેન્દ્ર પર લેવાશે પરીક્ષા

મોરબી : આગામી તારીખ 24 એપ્રિલના રોજ રાજ્યભરમાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ ની ભરતીની લેખિત પરીક્ષા યોજાનાર છે. ત્યારે આ પરીક્ષામાં મોરબી જિલ્લામાં વિવિધ 42 કેન્દ્ર પર 13496 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

જેમાં મોરબીમાં 19 કેન્દ્રના 216 બ્લોકમાં 6480 પરીક્ષાર્થીઓ, ટંકારામાં 8 કેન્દ્રના 82 બ્લોકમાં 2460 પરીક્ષાર્થીઓ અને હળવદના 15 કેન્દ્રના 152 બ્લોકમાં 4556 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત NMMS પરીક્ષા 2022માં મોરબી જિલ્લાના કુલ 11 પરીક્ષા સ્થળ પર 3054 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે GUJCET- 2022ની પરીક્ષામાં મોરબીના 8 કેન્દ્રો પર 1710 ઉમેદવારો પરીક્ષા આપશે.

- text

- text