મોરબીમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

- text


એલસીબીના દરોડામાં ત્રણ બુકીના નામો બહાર આવ્યા

મોરબી : હાલ ચાલી રહેલી આઈપીએલની કેકેટ શ્રુખલામાં સટ્ટો રમવાનું દુષણ વધ્યું છે. ત્યારે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી મોરબીમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એકને દબોચી લીધો હતો. જ્યારે એલસીબીના દરોડામાં ત્રણ બુકીના નામો બહાર આવ્યા છે.

- text

મોરબી એલસીબી સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી-રાજકોટ રોડ સીતારામ હોટલ પાસે જાહેરમાં દરોડો પાડી ત્યાં TATA IPL ટી-20 માં ચેન્નઇ સુપર કિંગ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચની હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા કલ્પેશભાઇ ભગવાનજીભાઇ અઘેરા (ઉવ.૩૧ રહે.મોરબી રવાપર લીલાપર રોડ સુદર્શન પાર્ક બ્લોક નં.૧૪ મુળ રહે.ચમનપર તા.માળીયા) ને રોકડ રૂ.૩૩૦૦ તથા મોબાઇલ ફોન ૧ કિ.રૂ.૩૦૦૦ મળી કુલ રૂ.૬૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે આ આરોપી અન્ય પ્રકાશ નરભેરામભાઇ ભુત (રહે.મોરબી અવની ચોકડી સંકલ્પ એપાર્ટમેન્ટ મુળ સજજનપર તા.ટંકારા), રમેશ ઉર્ફે માલદે બાબુભાઇ (રહે.મોરબી શનાળા રોડ કેનાલ પાસે ગોકુલ મથુરા સામે યદુનંદન સોસાયટી ) મોહસીન અલીભાઇ ફુલાણી (રહે.મોરબી કાલીકાપ્લોટ) સાથે ફોન ઉપર વાતચીત કરી સોદા કરાવીને સટ્ટો રમતા હોવાનું ખુલતા આ ત્રણેય સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text