મોરબીના ટીંબડી બસસ્ટેન્ડ નજીકથી ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી દારૂની બોટલ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ટીંબડી ગામના બસસ્ટેન્ડ નજીકથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થી તુલશીરામ જગદીશપ્રતાપ ફાગણા, રહે. હાલ-જુના સાદુળકા, શ્રીદેવ રોડવેઝ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં મૂળ રહે. રાજસ્થાન વાળાને વિદેશી દારૂની બોટલ નંગ એક કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text