ઉનાળામાં કેરીની મોજ માણવાની સાથે જાણો તેના ફાયદાઓ…

- text


હાલ ઉનાળાની ઋતુ દરમિયાન બજારમાં કેરી દેખાવા લાગી છે. નાનેરા-મોટેરા સૌને કેરી ભાવતી હોય છે ત્યારે કેરી ખાવાની ભરપૂર મોજ માણવી જોઈએ. કારણ કે કેરી માત્ર સ્વાદમાં જ શ્રેષ્ઠ નથી એની સાથે આપણા સ્વાસ્થ્યને જાળવવામાં પણ મદદ કરે છે. કેરીમાં વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી તત્વો છે. વિવિધ જાતની કેરીઓનાં સેવનથી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ સારી રીતે કામ કરે છે. તેમાં હાજર મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને સુધારે છે અને પલ્સ રેટને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ત્યારે કેરીનો લ્હાવો લેવાની સાથે જાણો તેના ફાયદાઓ…

1. કેરી લોહી ગંઠાઈ જવાની સમસ્યાને દૂર કરે છે અને એનિમિયાની સમસ્યાથી આપણને બચાવે છે. એટલું જ નહીં, તે આપણા શરીરના હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

2. કેરીને વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેનું નિયમિત સેવનથી ચરબી બનતી નથી અને તે કોલેસ્ટ્રોલ ફ્રી છે.

- text

3. કેરીનું ફળ દ્રાવ્ય ફાઇબરથી ભરેલું છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેથી તમે ઓછું ખાઓ. જેના કારણે વજન ઘટાડવા મદદ કરે છે.

4. કેરીમાં ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઈબર જોવા મળે છે, જે પાચનતંત્રને સારું રાખે છે અને આંતરડાને સાફ કરે છે.

5. કેરી ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર રહે છે અને પાચનતંત્ર સારું રહે છે.

6. થાઈરોઈડ સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદાકારક કેરીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે.

- text