લોકરક્ષક દળની પરીક્ષાને પગલે મોરબીથી અમદાવાદ માટે એસ.ટી. બસનું ઓનલાઇન રિઝર્વેશન કાલથી શરૂ

- text


મોરબી : આગામી તારીખ 10 એપ્રિલ ને રવિવારના રોજ લોકરક્ષક દળની લેખિત પરીક્ષા યોજાનાર હોવાથી આ પરીક્ષામાં મોરબીના પણ અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોય લેખિત પરીક્ષા માટે અમદાવાદ જવાની સગવડતા રહે તે માટે એસ.ટી. નિગમ દ્વારા મોરબીથી અમદાવાદ માટે એસ.ટી. બસનું ઓનલાઇન રિઝર્વેશન આવતીકાલથી શરૂ કરવામાં આવનાર છે.

- text

મોરબી એસ.ટી. ડેપો મેનેજર દિલીપ શામળાના જણાવ્યા અનુસાર લોક રક્ષક દળની પરીક્ષાને ધ્યાને લઇ મોરબી જિલ્લાના પરીક્ષાર્થીઓને મોરબીથી અમદાવાદ જવા માટે ઓનલાઇન રિઝર્વેશન ચાલુ કરવામાં આવ્યું છે. આવતીકાલ સવારે 9:00 વાગ્યાથી પરીક્ષાર્થીઓ મોરબી-અમદાવાદ બસનું ઓનલાઇન રિઝર્વેશન કરાવી શકશે. ત્યારે ઓનલાઇન રિઝર્વેશનનો લાભ લેવા ડેપો મેનેજર દિલીપ શામળાએ પરીક્ષાર્થીઓને અનુરોધ કર્યો છે.

- text