નાગરિકોના રૂપિયા 1.11 લાખના ખોવાયેલ મોબાઈલ શોધી આપતી મોરબી બી ડિવિઝન પોલીસ

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા નાગરિકોના ખોવાયેલ રૂપિયા 1.11 લાખની કિંમતના મોબાઇલો શોધી આપી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

- text

મોરબીમાથી નાગરિકોના ખોવાયેલ મોબાઇલો શોધી કાઢવા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર પી.એ.દેકાવાડીયાના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા દ્વારા ટેકનીકલ વર્ક આઉટ કરી 6 અરજદારોના રૂપિયા 1.11 લાખની કિમતના મોબાઇલો શોધી આપી મુળ માલીકને પરત સોપી આપવામાં આવ્યા હતા.

- text