બાગાયતી ખેડૂતોને હાઇબ્રીડ શાકભાજી બિયારણની ખરીદી માટે સહાય અપાશે

- text


તા.૩૦મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે

મોરબી : મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હાઇબ્રીડ બિયારણની ખરીદી માટે સરકારશ્રીના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર હાઇબ્રીડ શાકભાજી વાવેતર માટે થતાં ખેતી ખર્ચ (યુનિટ કોસ્ટ) રૂ. ૫૦,૦૦૦/- પ્રતિ હેકટર ને ધ્યાને લઇ ૪૦% અથવા મહત્તમ રૂ. ૨૦,૦૦૦/- પ્રતિ હેકટર અને મહત્તમ ખાતાદીઠ બે હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

- text

આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/0૪/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૧૧૪ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

- text