મોરબીમાં સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપ. દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ

- text


સંસ્થા દ્વારા ગૌ-સેવા તથા માનવસેવાના લાભાર્થે રૂ.3,06,000નું દાન અપાયું

મોરબી : ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા ઇકો એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી.જેમાં લોકોને રાહતદરે સેવા આપવામાં આવશે.સંસ્થા દ્વારા કુલ પાંચ ગૌ-સેવા તથા માનવસેવા ટ્રસ્ટમાં રૂ.3,06,000નું દાન આપવામાં આવ્યું હતું.

ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા ગત વર્ષ ઇકો એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી.જેમાં સોસાયટીના સભાસદ માટે વિનામૂલ્યે અને જાહેર જનતા માટે રાહતદરે ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો.સેવાનો લાભ લેવા માટે મો.98793 55422,99252 32790 પર સંપર્ક કરી શકાશે.

ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગત તા.23ના રોજ માનવ સેવા તથા ગૌ-સેવા સાથે જોડાયેલા ટ્રસ્ટને રોકડ રકમના દાન આપવામાં આવ્યા હતા.યદુનંદન ગૌ-સેવા ટ્રસ્ટમાં રૂ.51000,મોરબી પાંજરાપોળમાં રૂ.51000,ટંકારા પાંજરાપોળમાં રૂ.51000,ખાખરેચી પાંજરાપોળમાં રૂ.51000 અને પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં 1,02,000નું દાન કરવામાં આવ્યુ હતું.આમ કુલ પાંચ ગૌ-સેવા તથા માનવસેવા કરતા ટ્રસ્ટમાં રૂ.3,06,000ની આર્થિક મદદ કરવાના હેતુથી તેમની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાને રાખી સોસાયટીની સામાજિક જવાબદારી નિભાવવાના હેતુથી ધર્માદા ફંડમાંથી આપવામાં આવેલ હતા.

- text

ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ 25 વર્ષથી મોરબીમાં બચત કરવા,થાપણ,ડેઇલી કલેક્શન થકી બચત કરવા,રોકાણ કરવા તથા સભાસદોને જરૂર પડ્યે રૂ.50000 થી 15,00,000 સુધીનું ધિરાણ નિયમોને આધીન આપવામાં આવે છે.તેમ સોસાયટીના પ્રમુખ મનોજકુમાર ડી.દેસાઈ તેમજ મેનેજર યુવરાજસિંહ બી.જાડેજાની યાદીમાં જણાવેલ છે.

- text