વાંકાનેરના હસનપરમાં જુગાર રમતા નવ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના હસનપર ગામે શક્તિપરામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સિટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 5410 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમે હસનપર ગામે શક્તિપરામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી ઓસમાણભાઈ ખમીશાભાઈ દલ, નટુભાઈ રવજીભાઈ રાતડીયા, પ્રભુભાઈ શામજીભાઈ કુંવરીયા, જાનમંહમદ આદમભાઈ દલ, રસીદભાઈ ઈબ્રાહીમભાઈ ચાવડા, અશોકભાઈ પ્રવિણભાઈ મેસરીયા, મનસુખભાઈ ભવનભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ રામજીભાઈ બાબરીયા અને રમેશભાઈ સુરાભાઈ બાબરીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5410 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text