હાથ ઉછીના પૈસા પરત માંગવા પ્રશ્ને છરી – પાઇપ ઉડ્યા : સામસામી ફરિયાદ

- text


મોરબીના શનાળા નજીક રાજપર ચોકડી પાસે બનેલો બનાવ

મોરબી : મોરબીના શનાળા નજીક આવેલી રાજપર ચોકડી પાસે ઉછીના લીધેલા પૈસા પરત લેવા મામલે બે શખ્સો વચ્ચે ઝઘડો થતા છરી – પાઇપ ઉડયા હતા અને બન્ને પક્ષે ઇજાઓ થતા સામસામી ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે સલીમભાઇ ઉર્ફે ડેની હાજીભાઇ સુમરા, રહે.પચીસ વારીયા દલવાડી સર્કલ આગળ મોરબી વાળાએ આરોપી
પ્યારૂ સલાટ રહે.પચીસ વારીયા મોરબી વિરુદ્ધ અગાઉના ઝઘડાનો ખાર રાખી માથામાં પાઇપ ફટકારી દીધો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે પ્યારું વિરુદ્ધ આઇ.પી.સી કલમ-૩૨૪, ૫૦૪, તથા જી.પી. એક્ટ કલમ.૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text

જ્યારે સામે પક્ષે પ્યારૂભાઇ ડાડુભાઇ પરમાર, રહે.પચીસ વારીયા દલવાડી સર્કલ આગળ મોરબીવાળાએ સલીમભાઇ ઉર્ફે ડેની સુમરા વિરુદ્ધ પોતે સલીમને ઉછીના નાણાં આપ્યા હોય જે પરત માંગતા સલીમને સારૂ લાગ્યું ન હતું અને ગાળાગાળી કરી છરીનો ઘા મારી દેતા આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, તથા જી.પી. એક્ટ કલમ.૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

- text