હળવદની મેરુપર પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસનની જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા સ્પર્ધાનું આયોજન

હળવદ : ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા લોકોમાં તમાકુના વ્યસન છોડવા અંગે જાગૃતિ આવે એ માટે હળવદની મેરુપર પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસનની જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 6 થી 8ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.વ્યસનમુકિતના સંદેશો આપતા અલગ અલગ ચિત્રો દોર્યા હતા.

ગત તા.21ના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા હળવદ તાલુકામાં આવેલી મેરુપર પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ધોરણ 6 થી 8ના વિધાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ હતો. વિધાર્થીઓએ વ્યસનમુકિતના સંદેશો આપતા અલગ અલગ ચિત્રો દોર્યા હતા.જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઈનામ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિધાર્થીઓને વ્યસનમુકિતના ફાયદા,વ્યસનથી થતા નુકસાન,વ્યસનનુ પ્રમાણ તેની શારિરીક અને આર્થિક અસરો વિશે માહિતગાર કર્યા હતા.અંતમાં શાળાના આચાર્ય ધનજીભાઈ એસ.ચાવડા દ્વારા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર માની વિધાર્થીઓને વ્યસન મુકત રહેવા અને પો‍તાના પરીવારને વ્યસનમુકત રાખવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમનું સંપુર્ણ સંચાલન શાળાના શિક્ષક ધર્મેન્દ્ર એલ.ભુંભરીયા દ્વારા કરવામાં આવેલ હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text