મોરબીના આલાપ પાર્કમાં આચાર્ય આર્ય નરશેજીનો સત્સંગ યોજાયો.

- text


આ સત્સંગનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

મોરબી : મોરબીના આલાપ પાર્કમાં ગઈ કાલ રાત્રે આર્ય નરેશજી ઉદગીથનો સત્સંગ યોજાયો હતો જેમાં વૈદિક સંસ્કૃતિ,ભારતીય સંસ્કૃતિ અને ,ક્રાંતિકારીઓ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના અનુયાયી અને વૈદિક સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે જેમને M.Teach. Central Govt ની નોકરી છોડી કશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કટક સુધી તેમજ વિદેશોમાં પણ વ્યાખ્યાન આપ્યા છે,જેમને આઠ ભાષાઓમાં 50 જેટલા પુસ્તકોનું લેખન અને સંપાદન કરેલ છે, વિદ્યાર્થીઓમાં નૈતિક શિક્ષણ, યુવાનોમાં દેશધર્મની ભાવના, માતા-પિતામાં આદર્શ ગૃહસ્થી અને પંચ મહાયજ્ઞ તેમજ સંસ્કારી સંતાન પ્રાપ્તિ, નેતાઓમાં નૈતિકતા, વૃદ્ધમાં ત્યાગ ભાવના જાગ્રત થાય એવા તમામ વિષયો પર પ્રવચન કર્યા છે,શિબિરો કરી છે, એમના જીવનકાર્યથી પ્રેરણા લઈ અનેક પરિવારોએ પ્રેરણા પ્રાપ્ત કરેલ છે,

- text

આચાર્ય આર્ય નરેશજી ઉદગીથને સમાજ સેવા, પીડિતોની સેવસ માટે કુદરતી આફતો જેવી કે લાતુરનો ભૂકંપ હોય કે કચ્છ ગુજરાતનો ભૂકંપ હોય, ઓરિસ્સામાં આવેલ તુફાનમાં આચાર્યે લોકોને ખૂબજ મદદ કરી છે,એવા આચાર્ય આર્ય નરેશજીએ આલાપ પાર્કમાં રાત્રે વૈદિક સંસ્કૃતિ,ભારતીય સંસ્કૃતિ વિશે,ક્રાંતિકારીઓ વિશે વાતો કરી એકતાની તાકાત,શક્તિ વિશે વાતો કરી, ઋષિ સંસ્કૃતિ મુજબના ખાનપાન,રહેણીકરણી, વસ્ત્ર પરિધાન વગેરે વિશે તત્વજ્ઞાન રજૂ કર્યું હતું,તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો રજૂ કર્યા હતા, મોટી સંખ્યામાં આલપવાસીઓએ સત્સંગનો લાભ લીધો હતો, વ્યાખ્યાન માળાને સફળ બનાવવા અરવિંદભાઈ વામજા પ્રમુખ આલાપ પાર્ક,જીતુભાઈ રૂપાલા કારોબારી સભ્ય અને આર્યવીરે ખુબજ જહેમત ઉઠાવી હતી,આભરદર્શન મહેશભાઈ ભોરણીયાએ કર્યું હતું.સમગ્ર વ્યાખ્યાન માળાનું સુચારુ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

- text