મોરબીના પીપળી રોડ ઉપર મકાનમાંથી 101 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને દબોચી લીધો

મોરબી : મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ની ટીમે આજે બાતમીના આધારે મોરબીના તાલુકાના પીપળી રોડ ઉપર આવેલ ગંજાનંદપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો પાડી આ મકાનમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૧ કિ.રૂ.૩૦,૩૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ અટકાવવા માટે એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ. એલ.સી.બી.ને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ.એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ.નિરવભાઇ મકવાણા, તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મોરબીના પીપળી રોડ ઉપર આવેલ ગંજાનંદપાર્ક સોસાયટી ખાતે રહેતો મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુભા વાઘેલા તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોય જે જગ્યાએ રેઇડ કરતા વિદેશીદારૂની બોટલો નંગ-૧૦૧ કિ.રૂ. ૩૦,૩૦૦ સાથે આ આરોપીને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text