વાંકાનેરમાં તબીબ પત્નીની આત્મહત્યા હત્યા મામલે સાસરીયાઓના ત્રાસ અંગે આક્ષેપો  

- text


શરીરમાં ઝેરની હાજરીની શંકાએ મહિલા તબીબના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવા તજવીજ : ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું

મોરબી : વાંકાનેરની ખાનગી હોસ્પિટલના ઓર્થોપેડિક તબીબના પત્નીએ હોસ્પિટલના તબીબી રેસિડેન્ટમાં આત્મહત્યા કરી લેવાના બનાવમાં મૃતક મહિલા તબીબના ભાઈએ સાસરીયાઓના ત્રાસને જવાબદાર ઠેરવ્યો છે સાથો-સાથ રાજકોટ સારવાર દરમિયાન શરીરમાં ઝેરની હાજરીની આશંકાએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી આ મામલે મૃતક તબીબના પરિવારજનોએ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

વાંકાનેરના સિટી સ્ટેશન રોડ પર આવેલી પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલમાં કાર્યરત ઓર્થોપેડિક તબીબ ડો. રજનિક વોરાના પત્ની જાનકીબેને હોસ્પિટલના બીજા માળે ડોક્ટર્સ રેસિડેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી.રાજકોટના એનેસ્થેટિસ્ટ ડો. મનસુખ ઘોરવાડિયાના હોમિયોપથ પુત્રી જાનકીબેનના તબીબ પતિએ કહ્યું હતું, જ્યારે રાજકોટમાં તેમની સારવાર કરનાર તબીબોએ શરીરમાં પોઈઝનની હાજરી વિશે શંકા દાખવી હોવાનું કહીને તેમના પિયરિયાએ સાસરિયાઓના ત્રાસ અંગે પણ આક્ષેપ કરતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે.

પ્રજાપતિ જ્ઞાતિના જાનકીબેનના લગ્નને દસ વર્ષ થયા હતા, અને સંતાનમાં પાંચ વર્ષની વયની દીકરી છે. ગૃહક્લેશને લીધે બનેલા આ બનાવમાં મૃતકના ભાઈ સુનિલ ઘોરવાડિયાએ પોતાની મોટી બહેન જાનકીની સાંસારિક તકલીફો હોવાનું અને બનેવી રજનિકને ડિપ્લોમા ઓર્થોપેડિક કરાવવામાં પણ મદદ કરી અને રાજકોટમાં મકાન પણ લઈ આપ્યું હોવાનું જણાવ્યું હતું.

- text

મૃતક જાનકીબેનના ભાઈએ વધુમાં તેંણીના સાસુ ઈન્દુબેન, ફાર્માસિસ્ટ દિયર સંદિપ, રાજકોટમાં ચાંદીકામ કરતા માસા અજયભાઈ અને માસી પુષ્પાબેન વારંવાર વાંકાનેર જાનકી- રજનિકના ઘેર જઈને નાની-નાની વાતે મહેણા મારી ત્રાસ આપતા હોવાનું અને બનાવની આગલી રાતે પણ પતિ- પત્ની વચ્ચે ઝગડો થતાં રાજકોટથી જાનકીબેનના માતા- પિતા અને ભાઈએ વાંકાનેર જઈને સમાધાન કરાવ્યું હતું.

વાંકાનેરથી તેને વેન્ટીલેટર પર જ રાજકોટની ખાનગી હોસ્પિટલે ખસેડીને બે દિવસ સારવાર કરાવાઈ તે દરમિયાન તબીબોએ શરીરમાં ઝેરની હાજરીની શંકા પરિવારજનો સમક્ષ વ્યક્ત કર્યાનું પણ મૃતકના ભાઈએ ઉમેર્યું હતું. મૃતદેહને અંતિમવિધિ માટે કાલાવાડ લઈ જવામાં આવ્યો હતો અને સાસરિયાઓ દ્વારા આપઘાતની ફરજ પડાયા સબબની ફરિયાદ પોતે નોંધાવવા માગતા હોવાનું મૃતકના પરિવારજનોએ વાંકાનેર પોલીસ સમક્ષ જાણવાયું હતું.

- text