ગરમીમાં રાહત આપતું ધરતીનું અમૃત એટલે શેરડીનો રસ

- text


સ્વાદમાં જ નહીં ગુણોમાં પણ નંબર વન છે શેરડીનો રસ

ટંકારા : શેરડીનો રસ એ ગરમી દરમિયાન આદર્શ ઠંડુ પીણું સાબિત થાય છે.ગરમીમાં ગળાની તરસ છીપાવવા માટે કશુંક ઠંડુ પીવાની ઈચ્છા જાગે એ સ્વાભાવિક છે.ગરમીમાં રાહત મેળવવા લોકો શેરડીના રસનો સહારો લે છે.ધરતીનું અમૃત એટલે શેરડીનો રસ જે લોકોને કાળઝાળ ગરમીમાં શીતળતા પુરી પડે છે.

- text

ઉનાળાની કાળઝાળ ગરમી ઓણુકા હોળી પહેલા પડવાની શરૂ થઈ ગઈ છે.ત્યારે ગરમીની અકળામણમાંથી રાહત મેળવવા લોકો લિક્વિડનો સહારો લેતા હોય છે.ત્યારે ધરતીનું અમૃત એટલે શેરડીનો રસ આકાશમાંથી અગન ગોળા સાથે ભારે ગરમીથી બચવા ટંકારાવાસીઓ ઠંડો શેરડીનો રસ થકી ગરમીથી થોડી રાહત અનુભવી રહ્યા છે.

- text