માળીયા તાલુકામાં આજથી ૧૨થી ૧૪ વર્ષના સગીરોને કોર્બીવેક્સ વેકસીન આપવાનો આરંભ

- text


60 વર્ષથી વધુ વયના તમામ નાગરીકોને પ્રિકોશન ડોઝ અપાશે

માળીયા(મી.) : સરકારે બાળકોને વેક્સીન આપવાની મંજૂરી આપી દીધી છે.જે મુજબ માળીયા(મી.)તાલુકામાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વેકસીન આપવામાં આવશે.તેમજ કોરોનાના નવા વાયરસ આવતા હોવાથી પ્રિકોશન ડોઝની જરૂર પડી છે.તેથી 60 વર્ષથી વધુ વયના તમામ નાગરીકોને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.હાલ તાલુકાના આશરે કુલ 3111 બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાથી બચવા માટે કોરોના રસીકરણ કરાવવું ખુબ જ અગત્યનું છે.સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોય,તે અનુસંધાને માળીયા તાલુકામાં પણ આજથી 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવાની શરૂઆત કરવામાં આવી છે.જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને શાળામાં અભ્યાસ કરતા 3111 બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટે માળીયા તાલુકામાં આયોજન કરેલ છે.જે સ્કૂલોમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો અભ્યાસ કરે છે તે દરેક સ્કુલોમાં જ રસીકરણ સેશનનું આયોજન કરી રસીકરણ કરવામાં આવશે.

- text

કોરોના રસીકરણ માટે વિધાર્થી/વિધાર્થીનીઓ ઓનલાઈન એપોઈટમેન્ટ અથવા સ્થળ પર ઓનસાઈટ રજીસ્ટ્રેશન કરાવીને રસી મેળવી શકશે.શાળામાં અભ્યાસ ન કરતા હોય તેવા ૧૨ થી ૧૪ વર્ષના બાળકો નજીકની શાળા કે આરોગ્ય સંસ્થામાં કોર્બીવેક્સ રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે.તેમજ અગાઉ 60 વર્ષ થી વધુ વયના કોમોર્બીડીટી ધરાવતા નાગરીકોને જ પ્રીકોશન ડોઝ આપવામાં આવતો હતો.પરંતુ આજથી 60 વર્ષથી વધુ વયના તમામ નાગરીકોને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

ત્યારે આજથી 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા વિધાર્થી/વિધાર્થીનીઓ પોતાની સ્કુલમાં કોરોના રસીકરણ સેશનનાં સમયે હાજર રહેવા અને કોરોના રસીકરણ કરાવી કોરોના સામે રક્ષણ મેળવવા માળીયા તાલુકાના તમામ વિધાર્થી,વિધાર્થીનીઓ તેમજ તમામ જાગૃત વાલીઓને ડો.ડી.જી.બાવરવા તાલુકા આરોગ્ય અધીકારી માળીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text