માળિયામાં જૂની આંગણવાડીમાં વરલીના આંકડા લખતા એક ઝડપાયો

- text


મોરબી : માળિયાના વાગડીયા ઝાંપા નજીક જુના આંગણવાડીના ખંઢેર મકાનમાં વરલી મટકાના આંકડા લખવામાં આવી રહ્યા હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી આરોપી નુરમામદભાઇ અલ્લારખાભાઇ મોવર, રહે.જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર વાળાને વરલી ફીચરના સાહિત્ય પેન તથા ડાયરી તથા રોકડા રૂપીયા 650 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text