મોરબીમાં વયોવૃદ્ધ વરલીભક્તને ઝડપી લેતી એલસીબી

- text


મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં દોશી ટાવર નજીકથી એલસીબી ટીમે શનાળા રોડ સ્કાયમોલ સામે ભરતનગરમાં રહેતા મુળ જેતપર ગામના વતની લાભુભાઇ કાનજીભાઇ અઘારા ઉ.64ને વરલી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી વર્લીફીચરના આંકડા લખેલ નાની ડાયરી, બોલપેન, રોકડ રકમ રૂ.13830 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text