મોરબીમાં ટ્રેકટરના થ્રેસરમાં ચોરખાનું બનાવી તેમાં છુપાવેલ 807 બોટલ દારૂ ઝડપાયો

- text


રાજસ્થાની શખ્સને 3.26લાખના દારૂ તેમજ ટ્રેકટર થ્રેસર સાથે દબોચી લેવાયો

મોરબી : બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખી વિદેશી દારૂની હેરફેર કરવા અવનવા અખતરા કરી દારૂનો વેપલો કરતા હોય છે ત્યારે મોરબી એલસીબીએ ટ્રેક્ટરના થ્રેસરમાં ચોરખાનું બનાવી લઈ જવાતો રૂપિયા 3.26લાખથી વધુ કિંમતના 807 બોટલ દારૂ સાથે એકને દબોચી લઈ અન્ય આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

હોળી-ધુળેટી તહેવારને ધ્યાને લઇ દારૂની રેલમછેલ રોકવા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના અન્વયે એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા અને તેમની ટીમ પ્રયત્નશીલ હતી તે દરમિયાન મોરબી એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા અને સ્ટાફ કાર્યરત હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં મળેલ બાતમીને આધારે મોરબી ભકિતનગર ઓવરબ્રીજ પાસેથી ટ્રેકટર સાથે થ્રેસર જોડી નીકળેલા શખ્સને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

એલસીબી ટીમે રોકેલા આ ટ્રેકટર થ્રેસરમાં ચોરખાના બનાવી તેમાં વિદેશીદારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરવામાં આવતી હોવાનું તલાશી દરમિયાન ખુલ્યું હતું.એલસીબી ટીમે આરોપી ચુનારામ સોનારામ ગોદારા, ઉ.26 રહે.કલજી કી બેરી, તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળના કબ્જામાંથી રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી બોટલો નંગ-162, કિંમત રૂપિયા 84240, મેક્ડોવેલ્સ નં.1 સુપીરિયર વ્હીસ્કી બોટલો નંગ- 645 કિમત રૂપિયા 2,41,875, મહિન્દ્રા B-275 DI ટ્રેકટર રજી. નં.RJ-46-RA-2788 તથા થ્રેસર કિ.રૂ.2 લાખ તેમજ સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-1 કિ.રૂ.5000 મળી કુલ રૂપિયા 5,31,115નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

આ કેસમાં પકડાયેલા આરોપીએ રાજુભાઇ ચૌધરી રહે.સાંચોર રાજસ્થાનની સંડોવણી હોવાની કબૂલાત આપવાની સાથે પોલીસને શંકાકુશંકા ન જાય તે સારૂ ટ્રેકટર સાથે જોડેલ થ્રેસર કે જે ખેત પેદાશ જીરૂ ચણા, વરીયાળી ઉપાડવાના કામમાં ઉપયોગી છે તે થ્રેસરમાં ચોરખાના બનાવી નટ બોલ્ટ ફીટ કરી ચોરખાનામાં અંગ્રેજીદારૂની બોટલો સંતાડી રાજસ્થાનથી રાજકોટ લઇ જતા હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એ.એસ.આઇ. રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા સુરેશભાઇ હુંબલ દશરથસિંહ ચાવડા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા તથા પરાક્રમસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

- text