સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમ.-6 પરીક્ષાની તારીખ લંબાવવા રજૂઆત

- text


સેમ.-6ની પરીક્ષાના 5 દિવસ બાદ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પાસે તૈયારીનો ઓછો સમય

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલ છે.અમુક વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની પણ તૈયારી કરે છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાની તારીખના ફક્ત ૫ દિવસ બાદ જ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવે છે.તથા બન્ને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય ન મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રીને આ અંગે રજૂઆત કરી છે.આ સાથે મોરબી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને સરકારને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી સાથે માંગ કરાઈ છે.

થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાની તારીખ જાહેર કરેલ છે.ત્યારે હજુ પાંચમા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થયાને 3 મહિના પણ પુરા નથી થયા અને હજુ પણ ઘણી કોલેજોમાં અભ્યાસક્રમ હજુ પુરો પણ થયો નથી.ત્યાં છઠ્ઠા સેમેસ્ટરની તા.૨૮-માર્ચ-૨૦૨૨ જાહેર કરી દેવાતા વિધાર્થીઓ ભારે પરેશાની અનુભવી રહ્યા છે.મોટા ભાગના વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પણ આપી રહ્યા છે અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તારીખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર સેમેસ્ટર ૬ની પરીક્ષાની તારીખના ફક્ત ૫ દિવસ બાદ જ જાહેર કરવામાં આવી છે.તો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં સમય બહુ જ ટુંકો પડે તેમ છે.

- text

આથી મીત વ્યાસ,કર્મદીપસિંહ ઝાલા,પાર્થ મહેતા,સાગર જોગીદાસ,કુલદીપસિંહ જાડેજા,સાહિલ કોટેચા,અંકિત માહેશ્વરી,મિલન ડાભી,કુમારપાળ દોશી,સ્તવન શેઠ,અને સાથે સૌ વિદ્યાર્થીઓની માંગ છે કે આપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર-૬ની પરીક્ષાની તારીખ થોડી પાછળ ઠેલવવામાં આવે તો વિદ્યાર્થીઓને બંને પરીક્ષાની તૈયારી કરવામાં પૂરતો સમય પ્રાપ્ત થશે તો વગર ચિંતાએ પરીક્ષા આપી શકશે.આથી વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી પરીક્ષાની તારીખ થોડી પાછળ લઇ જવા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી છે.સાથે મોરબી કલેક્ટર કચેરીએ તા.11ના રોજ આવેદનપત્ર પાઠવીને સરકારને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી સાથે માંગ કરાઈ છે.

આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગીરીશભાઈ ભીમાણી સાથે વાત કરતા તેઓ જણાવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર યુનિ.પરીક્ષા સૌથી મોડી લઇ રહી છે.શું થઇ શકે છે જોઈશું.તેમ જવાબ આપેલ છે.પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં તો હજુ પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં નથી આવી.તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાં આધારે કહે છે કે તે સૌથી મોડી પરીક્ષા લઇ રહી છે? એ પ્રશ્ન થાય છે. જયારે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે જોઈશું શું કરી શકાય તેમ છે તેમ જણાવ્યું હતું. તો હવે જોવાનું એ રહ્યું કે શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં તારીખમાં થોડો બદલાવ કરી આપશે કે નહિ?

- text