મોરબીમાં ભૂલા પડેલા અસ્થિર મગજના બાળકનું વાલી સાથે મિલાપ કરાવતી ચાઇલ્ડ વેલફેર કમિટી

- text


મોરબી : મોરબીમાં ઋષિકેશ સ્કૂલ હાઉસિંગ બોર્ડ પાસેથી અસ્થિર મગજનું બાળક મળી આવેલ હતું.આ બાળકની જવાબદારી ચાઈલ્ડ લાઇન ટીમને સોંપવામાં આવી હતી.આ બાળકની નોંધ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરાવેલ હતી.પોલીસ સ્ટાફ તથા ચાઇલ્ડ લાઈન ટિમે સાથે મળીને બાળકના વાલીની શોધખોળ કરી બાળકને એમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.

ગત રાત્રે તા.11નાં રોજ ચાઈલ્ડ લાઇન ટીમને માહિતી મળી હતી કે એક બાળક ઋષિકેશ સ્કૂલ હાઉસિંગ બોર્ડ પાસે મળી આવેલ છે.ત્યારબાદ 1098 ટીમ દ્વારા તે બાળકને ચાઇલ્ડ લાઇન ઓફિસ ખાતે લઇ આવેલ અને પૂછપરછ કરતા બાળક અસ્થિર મગજનું જાણવા મળ્યું હતું.ત્યારબાદ ચાઈલ્ડ વેલફેર કમિટીનાં આદેશ મુજબ બાળકને ચાઈલ્ડ લાઇન ઓફિસ ખાતે આશ્રય આપેલ હતો અને મળી આવેલ બાળકની નોંધ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરાવેલ હતી.આજ રોજ સવારે બાળકનું મેડિકલ ચેક અપ ચાઈલ્ડ લાઈન દ્વારા કરી બાળકનાં વાલીની શોધખોળ કરતા બી ડીવીઝન પોલીસ સ્ટેશન થકી બાળકનાં વાલીની માહિતી મળી હતી.વાલીવારસની માહિતી મળતા પોલીસ સ્ટાફ તથા ચાઇલ્ડ લાઈન ટિમ સાથે મળીને બાળકનાં ઘરે ગયેલ હતા.ત્યારબાદ જિલ્લા ચાઇલ્ડ વેલ્ફર કમિટીનાં ચેરમેનનાં આદેશથી આ બાળકને બાળકનાં માતાને સોંપવામાં આવ્યું હતું.

- text

આ સરાહનીય કામગીરીમાં ચાઇલ્ડ લાઇન મોરબી કો – ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા,ટીમ મેમ્બર નમિરાબેન બ્લોચ,કિરણબા વાઘેલા તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલભાઈ શેરશીયા,સંસ્થાકીય ઓફિસર રીતેશભાઈ ગુપ્તા,લીગલકમ પ્રોબેસન ઓફિસર રોશનીબેન,ચાઇલ્ડ વેલ્ફેર કમિટીનાં ચેરમેન રાજેશભાઈ બદ્રકિયા અને બી ડિવિઝન પોલીસનાં સંકલનથી કરવામાં આવી હતી.

- text