મોરબીમાં યુ. એન. મહેતા કોલેજના NSS વિભાગ દ્વારા આરોગ્ય-સ્વચ્છતા સંદર્ભે રેલી

- text


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન

મોરબી : મોરબીમાં યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભે એક સૂત્રાત્મક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભે એક સૂત્રાત્મક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આજે ૭ માર્ચના યોજાયેલી આ રેલીમાં આયોજનબદ્ધ મર્યાદિત સંખ્યામાં સ્વયંસેવકોને જોડવામાં આવેલ હતા. કાયદા મુજબ જાહેરમાં માસ્ક પહેરવું હજુ અનિવાર્ય હોય, સૂત્રોચ્ચારને બદલે સૂત્ર પ્રદર્શન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

આ રેલીનો ઉદ્દેશ સૂત્રો દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભની જાગૃતિ કેળવવાનો રાખવામાં આવેલ હતો. એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વચ્છતા અને આરોગ્ય સબંધિત મુખ્ય આઠ સૂત્રોનું પ્રદર્શન રેલી દ્વારા તથા મુખ્ય પોઇન્ટ પર રોકાણ કરીને કરવામાં આવેલ હતું. દરબાર ગઢથી શરૂ થઈને આ રેલી ટ્રાફિકને અડચણરૂપ ન બને તે રીતે આગળ વધીને ગ્રીન ચોક, નહેરુ ગેટ, શાકમાર્કેટ, ગાંધી ચોક, રામચોક, જુના બસ સ્ટેશન, ત્રિકોણ બાગ, વીસી ફાટક, મણીમંદિર, નટરાજ થઈને સામા કાંઠે હાઉસિંગ બોર્ડ એટલે કે સાડા ચાર કિલોમીટર સુધી ચાલેલી હતી.

- text

આવશ્યકતા મુજબ આ રેલીમાં બાર બહેનો અને ત્રણ ભાઈઓ જોડાયેલ હતા. પ્રિન્સિપાલની અનુમતીથી રેલીનું સમગ્ર આયોજન અને નેતૃત્વ એન.એસ.એસ. વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફીસર ડો. રામ વારોતરીયાએ કરેલ હતું.

- text