તાલુકા કક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધામાં લુણસર શાળાની વિદ્યાર્થીનીઓ પ્રથમ ક્રમાંકે

- text


આગામી દિવસોમાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં બંને વિદ્યાર્થીનીઓ ભાગ લેવા જશે

વાંકાનેર : વાંકાનેર ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધા કરવામાં આવ્યું હતું.જેમાં લુણસર તાલુકા શાળાની બે વિદ્યાર્થીનીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.આ બન્ને વિદ્યાર્થીની જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે.

- text

મોરબી જિલ્લા પ્રોજેક્ટ કચેરી તેમજ બી.આર.સી ભવન વાંકાનેર દ્વારા ગત તા.25ના રોજ બીઆરસી ભવન,વાંકાનેર ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધા યોજાઇ હતી.આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં ધોરણ – 6ની સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની લુણસર તાલુકા શાળાની વિદ્યાર્થીની વસીયાણી સૃષ્ટિબેન જયેશભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ હતી.તેમજ ધોરણ – 8ની સ્પર્ધામાં વસીયાણી ધ્રુવીબેન નરેન્દ્રભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ હતી.તાલુકાકક્ષાએ યોજવામાં આવેલી આ સ્પર્ધામાં લુણસર તાલુકા શાળાની બે વિદ્યાર્થીની બહેનોએ પ્રથમ ક્રમે વિજેતા થઈ લુણસર તાલુકા શાળા તેમજ લુણસર ગામનું ગૌરવ વધારેલ હતું.આ તકે બંને વિદ્યાર્થીની બહેનોને લુણસર તાલુકા શાળાના આચાર્ય ગોસરા કમલેશભાઈ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગામી દિવસોમાં જિલ્લાકક્ષાએ બંને બહેનો સ્પર્ધામાં ભાગ લેવાની છે.ત્યારે જિલ્લાકક્ષાએ પણ વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

- text