સફેદ રેતીની કાળી કમાણી કરનારા પર હળવદ પોલીસનો સપાટો

- text


પોલીસે ચાર ડમ્પર ઝડપી લઈ ખાણખાણીજના મેમો ફટકાર્યો : ટિકરમાં સિક્યોરિટી ગોઠવતું ખાણ ખનીજ વિભાગ

હળવદ : હળવદ પંથકમાં રેતમાફિયાઓ બેફામ બન્યા છે ત્યારે દિવસ – રાત થતી રેતીચોરી ડામવાના ભાગરૂપે બે દિવસમાં હળવદ પોલીસે વેગડવાવ અને ઘનશ્યામગઢ નજીકથી ખનિજચોરી કરતા ચાર ઓવરલોડ આઈવા ડમ્પરને ઝડપી લઈ ખાણખનિજનો મેમો આપતા રેતમાફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે ગઈકાલે વેગડવાવ ફાટક નજીકથી રેતીની ખનીજ ચોરી કરી ઓવરલોડ ચાલતા જીતેન્દ્રસિંહ હિમતસિંહ પરમારની માલિકીના જીજે- 36 – વી – 5065 નંબરના આઈવા ડમ્પર સાથે ચાલકને ઝડપી લીધા બાદ મોડી રાત્રે ઘનશ્યામગઢ નજીકથી ગેરકાયદેસર રેતી ભરી જતા ડમ્પર નંબર જીજે-36-વી-8371, જીજે-23-એટી-7686 અને જીજે-36-વી-5216ને ઝડપી લઈ રેતીની ગાડીનો વજન કરાવી ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી માટેનો મેમો ફટકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રેઢા પળ સમાન હળવદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની આંખ મિચમણા જેવી નીતિને કારણે ખનિજચોરો અને ખાસ કરીને રેતીચોરી કરતા રેતમાફિયા બેફામ બન્યા છે ત્યારે હળવદ પોલીસે ગઈકાલે સપાટો બોલાવી ચાર ડમ્પર પકડી પાડતા જ રેતીચોરીમાં સંડોવાયેલ ડમ્પરના માલિકો ભો ભીતર થઈ ગયા છે.

- text

બીજી તરફ ટીકર ગામના પાદરમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં થતી રેતી ચોરી અટકાવવા મોરબી ખાણખનિજ વિભાગ દ્વારા ચોવીસ કલાક માટે ટીકરની બ્રાહ્મણી નદીમાં અધિકારીઓનો પહેરો ગોઠવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text