મોરબીથી સગીરાને ભગાડી જનાર શખ્સ ઓખાથી ઝડપાયો

- text


એલસીબી ટીમે વાડીમાં રહેતા શખ્સને દબોચી લઈ સગીરાને મુક્ત કરાવી

મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપરથી સગીરાને ભગાડી જનાર આરોપીને એલસીબી ટીમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામે વાડી વિસ્તારમાંથી દબોચી લઈ સગીરાને મુક્ત કરાવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોનેટ સીરામીકમાથી ત્રણેક માસ પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપી દેવભૂમિ જિલ્લામાં હોવાની એ.એસ.આઇ. સંજયભાઇ પટેલ તથા રજનીકાંત કૈલાને બાતમી મળતા એલસીબી ટીમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના સમલાસર ગામના વાડી વિસ્તારમાંથી રાહુલ ઉર્ફે જયદિપ રમેશભાઇ ચૌહાણ, રહે. ઇન્દ્રાણ ડોશીયોના મુ.વાડા તા.બાયડ જી.અરવલ્લી વાળાને ભરતભાઇ કરમણભાઇ રાતડીયાની વાડીમાથી ભોગ બનનાર બાળા સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એએસઆઇ રજનીંકાતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, સતીષભાઇ કાંજીયા પરાક્રમસિંહ જાડેજા, મહીલા લોકરક્ષક રાજલબેન સરવૈયા વગેરે દ્વારા કરવામાં આવેલ હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text