મોરબી જિલ્લાના સરકારી શિક્ષકો માટે ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું ઉદ્દઘાટન કરતા રાજ્યમંત્રી

- text


લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા આયોજન

મોરબી : મોરબીમાં દોશી & ડાભી સ્કૂલમાં મોરબી જિલ્લાના સરકારી શિક્ષકો માટે ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું ઉદ્દઘાટન રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા મોરબીની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો માટે 2 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.શિક્ષકો માટે બપોરના જમવાની વ્યવ્શ્થા પણ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવી છે.

લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા દોશી & ડાભી સ્કૂલ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકીની હાજરીમાં મોરબી જિલ્લાના સરકારી શિક્ષકો માટે ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. મોરબીની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો માટે 2 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.આ તાલીમનો લાભ સરકારી શાળાના શિક્ષકોને મળે તેમજ સરકારી શાળાના બાળકો સુધી આ પ્રોજેક્ટ પહોંચે તે હેતુસર મોરબી જિલ્લાના 5 તાલુકામાં એક સાથે 5 વર્કશોપનું આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં તા.18-19 ફેબ્રુઆરી મોરબી,હળવદ,ટંકારા તેમજ તા.21-22 ફેબ્રુઆરી માળીયા અને વાંકાનેર તાલુકાનો સમાવેશ થાય છે.જેમાંથી આજરોજ સવારે મોરબી તાલુકાની દોશી & ડાભી સ્કૂલ ખાતે ઉદઘાટન સમારોહમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા,જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી,મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,બી.એલ.ભાલોડિયા – AEI,પ્રમુખ અનિલભાઈ મેહતા,પ્રિન્સીપાલ વેકરીયાભાઈ,તુષાર દફતરી – ZC Lions Club,ક્લબના પ્રેસિડેન્ટ ડૉ પ્રેયસ પંડ્યા જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી.

- text

અત્રે નોંધનીય છે કે આવા 2 દિવસના એક વર્કશોપ પાછળ લાયન્સ કલબના મેમ્બર્સ તન,મન અને ધનથી કાર્ય કરે છે.ઉપરોક્ત વર્કશોપમાં બન્ને દિવસનો સમય સવારે 9 થી સાંજના 5 સુધીનો રહેશે.જે માટે બપોરના જમવાની વ્યવ્શ્થા પણ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવી છે.આ ટ્રેનિંગ માટે ઇન્ટરનેશનલ ટ્રેનર-બરોડાથી રેખા શાહ મોરબીમાં,અમદાવાદથી પ્રીતિ ઝવેરી ટંકારામાં તેમજ અમદાવાદથી યોગેશ પોટા હળવદમાં સેવા આપી રહ્યા છે.

- text